અમદાવાદમાં કર્ફ્યુ બાદ મોરબીમાં કરફ્યુ અંગે પરિસ્થિતિ મુજબ નિર્ણય લેવાશે

0
699
/

આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે કોર કમિટીની મીટીંગ બોલવાઇ

મોરબી : ગઈકાલથી અમદાવાદમાં કોરોનો કહેર ફરી વધતા રાત્રી કરફ્યુ લાદવામાં આવ્યું છે. ત્યારે મોરબીમાં હાલ કરફ્યુ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો પરિસ્થિતિ વણસશે તો કરફ્યુ અંગે નિર્ણય લેવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે શુક્રવારે બપોરે કલેક્ટરની અધ્યક્ષતામાં કોર કમિટીની મીટીંગ પણ બોલાવામાં આવી છે.

અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઊંચકવાનું શરૂ કર્યું છે. તહેવારો દરમિયાન અને તે પછીના દિવસોમાં કેસોમાં સતત વધારો નોંધાતા રાત્રી કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાત્રીના 9 થી સવારના 6 વાગ્યા સુધીમાં ઇમરજન્સી સિવાય બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઉપરાંત આરોગ્ય સેવાને પણ વધુ સઘન બનાવવામાં આવી છે.

ત્યારે આ મુદ્દે મોરબી જિલ્લા અંગે અધિક કલેકટર કેતન જોશી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં હાલ કોઈ કરફ્યુ લગાવાની જરૂરિયાત નથી. આગામી દિવસોમાં પરિસ્થિતિ કેવી હશે તે પ્રમાણે કલેકટર સાહેબ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તેમજ કલેકટર તંત્ર કોરોનાની સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. તેમજ શુક્રવારે મોરબી કલેકટર દ્વારા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે કોર કમિટીની મીટીંગ પણ બોલવામાં આવી છે. જેમાં આગળની આવનારી સ્થિતિ તેમજ પગલાં અંગે ચર્ચા વિચારણા અને નિર્ણયો લેવામાં આવશે. જ્યારે તંત્ર દ્વારા મોરબી અપડેટના માધ્યમથી તમામ જિલ્લાવાસીઓને અપીલ છે કે તેઓ સરકારની તમામ કોરોનાની ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરે અને પોતાની જાતને અને પરિવારને સુરક્ષિત પણ રાખે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/