[રિપોર્ટ: રાજનકુમાર બારોટ] અરવલ્લી જિલ્લામાં તાજેતરમા અનલોકની સ્થિતિમાં રોજબરોજ કોરોનાનું સંક્રમણ વધી રહયું છે.ચૂંટણીઓના ઢોલ વાગી રહયા છે.ત્યારે શ્રધ્ધાભેર ઉજવાતા દ્યાર્મિક પર્વો,રોજી રોટી માટે ચલાવતા કોચીંગ કલાસીસ,ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને શાળા કોલેજો ઉપર પ્રતિબંધ ફરમાવતું તંત્ર હવે કોરોના સંક્રમણ અને તેથી થતા મોતના આંકડા છુપાવવા સિવાય કંઈ કરતું નથી એવો રોષ ઉઠયો છે.
આ વિરોધ વંટોળ વચ્ચે અરવલ્લી જિલ્લામાં બે જણાના કોરોનાથી મોત નીપજયા હતા.અને વધુ પાંચ પોઝીટીવ કેસ આરોગ્ય વિભાગના દફતરે નોંધાતાં જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી.
મોડાસાના અગ્રણી વેપારી અને કટલરી કરીયાણા એસોસીયેશનના પૂર્વ પ્રમુખ રજનીભાઈ શાહ નું ગુરૂવારે સાંજે સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન નીપજતાં સમગ્ર્ર વેપારી આલમમાં શોક છવાયો હતો.દધાલીયા ગામે એક ૫૫ વર્ષિય વ્યક્તિનું પણ મોત નીપજયા ના સમાચાર ફેલાયા હતા.આ બંને મોત કોરોનાના સંક્રમણથી થયા હોવાની ચર્ચા ઓએ જિલ્લાવાસીઓમાં ચીંતા ઉપજાવી હતી.જોકે આરોગ્ય વિભાગના દફતરે માત્ર પાંચ પોઝીટીવ કેસ નોંધાયા હતા. મોડાસાના અગ્રણી વેપારી ના મોત બાદ વિવિધ મંડળ,એશોસીયેશનો દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ હતી.શુક્રવારે જિલ્લાના મોડાસાની પાડુંરંગ સોસાયટી, આનંદપુરાકંપા અને વડાગામ,આમોદરા અને બાયડ પંથકમાં મળી આવેલ પાંચ પોઝીટીવ કેસો સાથે જ જિલ્લા આરોગ્ય વિભાગના રજીસ્ટ્રરે કુલ પોઝીટીવ દર્દીઓ નો આંક ૫૦૦ ને પાર કરી ગયો હતો.જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બેકાબૂ બનેલ કોરોનાનું સંક્રમણ હવે કંપા વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં વકરી રહયું છે.ત્યારે માત્ર માહિતી ન આપી કે આંકડા છુપાવતા તંત્રના તાલુકા,જિલ્લા કક્ષાના અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી.આથી જિલ્લાવાસીઓ જાણે ભગવાન ભરોસે જ મૂકી દેવાયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
રાજય આરોગ્ય વિભાગની યાદી મુજબ સમગ્ર ઉત્તર ગુજરાતમાં કુલ ૮૩૭૭ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા જેમાં ૧૨૫ દર્દીઓના સંક્રમણ થી મોત નીપજયા છે.આ આંકડાઓ જોતાં ઉત્તર ગુજરાતના મહેસાણા અને બનાસકાંઠામાં પોઝીટીવ દર્દીઓના આંક બે હજાર થી વધુ જયારે પાટણ અને સાબરકાંઠા માં પોઝીટીવ દર્દીઓનો આંક એક હજાર ઉપર નોંધાયો છે.ત્યારે અરવલ્લી જિલ્લામાં પોઝીટીવ દર્દી ૫૯૯ સામે ૨૪ દર્દીના મોતને લઈ ઓછા દર્દી છતાં ૪ ટકા થી વધુ મરણ રેશીયો જિલ્લામાં આશ્ચર્યજનક રીતે નોંધાયેલ જોવા મળે છે.
જિલ્લાના દફતરે ૪૯૮ જયારે રાજયના રજિસ્ટરે ૫૯૯ પોઝિટિવ દર્દી નોંધાયા
અરવલ્લી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઝડપી રીતે વકરી રહયું છે.ત્યારે સંક્રમણને વકરતું અટકાવવા,રોગને નાથવા કે મોતના મુખમાં ધકેલાતા દર્દીઓને બચાવવા નક્કર કંઈ નહી કરી શકતું તંત્ર હવે આંકડા,માહિતી છુપાવે છે.આઈશોલેશન વોર્ડથી માંડી ફેસીલીટી સેન્ટરો ઘટયા છે.બહારથી આવનાર નું હવે ચેકીંગ પણ થતુ નથી.જયારે જિલ્લા અને રાજયના ચોપડે ૧૦૦ પોઝીટીવ દર્દીનો તફાવત પ્રજાને ગળે ઉતરતો નથી.૧લી ઓકટોમ્બરના રોજ જયારે જિલ્લાના દફતરે પોઝીટીવ દર્દીનો આંક ૪૯૮ નોંધાયો હતો.ત્યારે રાજયના રજીસ્ટ્રરે સત્તાવાર પોઝીટીવ દર્દીનો આંક ૫૯૯ દર્દી જણાવ્યો હતો.રાજયના રજીસ્ટ્રરે ૨૪ ના મોત નોંધાયેલ છે.ત્યારે વાસ્તવમાં જિલ્લામાં કોરોના સંક્રમણથી મોતને ભેટેલા દર્દીઓનો આંક ૬૦થી વધુ હોવાનું મનાઈ રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide