અરવલ્લી જિલ્લામાં 269 અને સાબરકાંઠામાં ૧૮૮ કોરોના વોરીયર્સને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

0
117
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

અરવલ્લી: હાલ વિશ્વભરમાં મહામારી સર્જનાર કોરોના વાયરસને નાથવાની જડીબુટ્ટી દેશના વૈજ્ઞાાનિકોની રાત-દિવસની મહેનત બાદ માત્ર ૧૦ માસમાં જ હાથ લાગી. પરંતુ પ્રથમ તબક્કે જે હેલ્થ વર્કરોને રસી આપવાનું ઠરાવ્યું હતું.તે કર્મીઓ જ હડતાલ ઉપર ઉતરી જતાં અરવલ્લી જિલ્લામાં ખાનગી તબીબોની રસી આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. અનેબે દિવસના વિરામ બાદ જિલ્લાના મોડાસા અર્બન હેલ્થ સેન્ટર,બાયડ અને મેઘરજ ખાતે ના કેન્દ્રો ઉપર રસીકરણ હાથ ધરાયું હતું. અરવલ્લી જિલ્લામાં ૨૬૯ અને સાબરકાંઠા જિલ્લામાં ૧૮૮ કોરોના વોરિયર્સને રસીનો પ્રથમ ડોઝ પણ આપવામાં આવ્યો હતો.

૧૬મી જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટર ના માર્ગદર્શન હેઠળ મોડાસા,ધનસુરા અને ભિલોડા ખાતેના ૩ કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ રસીકરણ  હાથ ધરાયું હતું.એક તરફ રસીકરણ ની વ્યાપક કામગીરી અને બીજી તરફ આરોગ્ય કર્મીઓની જ હડતાલને લઈ પ્રથમ દિવસે જિલ્લામાં ૩૦૦ ના લક્ષ્યાંક સામે માત્ર ૧૭૫ કોરોના વોરીયર્સ ને રસી આપી શકાઈ હતી. બે દિવસના વિરામ બાદ મંગળવારે જિલ્લાના મોડાસા બાયડ અને મેઘરજ ખાતેના કેન્દ્રો ઉપર રસીકરણ પ્રક્રિયા પુનઃ હાથ ધરાઈ હતી.આ કામગીરી દરમ્યાન મોડાસા ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે રસીકરણ દરમ્યાન નગરની ખાનગી હોસ્પિટલના તબીબોને રસીકરણ કરાયું હતું. જોકે ૩૦૦ ના લક્ષ્યાંક સામે કેટલા વોરીયર્સને રસી અપાઈ તે જાણી શકાયું ન હતું. મોડાસાના ગાયનોકોલોજીસ્ટ ર્ડા. ઘનશ્યામભાઈ એ રસી લઈ  ં જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું રસી અભિયાન દેશમાં હાથ ધરાયું છે. તે બદલ સરકાર,વૈજ્ઞાાનિકો અને આરોગ્ય વિભાગની કામગીરી બીરદાવું છું.આ રસી સલામત છે સૌ એ વારા પ્રમાણે રસી લઈ કોરોનાને નાબુદ કરવામાં ફાળો આપવો જોઈએ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/