આમરણમાં પોલીસ જમાદારની ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપાઇ

0
257
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ખારીપીચ નજીક બાવળની ઝાળીમાં દેશીદારૂની મીની ફેકટરી ધમધમતી હતી

મોરબી : હાલ મોરબીના આમરણ ગામ નજીક ખારી પીચ તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની ઝાડીમાં દેશી દારૂની મીની ફેકટરી ઉપર મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જમાદાર ઉપનામ ધારી શખ્સ સહિત ચાર ઇસમોને રંગે હાથ ઝડપી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આમરણ ગામના ખારીપીચ વોકળાના કાઠે બાવળની ઝાડીમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા સબીર ઉર્ફે જમાદાર અકબરમીયા બુખારી, તોફીકભાઇ અશરફભાઇ બુખારી, બાબુ ઉર્ફે પ્રફુલ ઉર્ફે નઢો દિલીપભાઇ થારૂકીયા અને સુનીલભાઇ અરજણભાઇ પરમાર નામના શખ્સોને રંગે હાથ દબોચી લીધા હતા.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/