માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ

0
153
/

કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું

માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે ડૂચો આપીને બાઇકમાં આવેલ બુકાનીધારી બે અજાણ્યા શખ્સોમાંથી એક શખ્સે દુષ્કર્મ ગુજર્યું હતું.જોકે તરુણીને ચાર માસનો ગર્ભ હોવાનું સામે આવતા આ અજાણ્યા શખ્સના કુકર્મનો ભાંડો ફૂટી ગયો હતો.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો મુજબ માળીયા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં આશરે ચાર માસ પહેલા તરુણી કુદરતી હાજતે ગઈ હતી.તે સમયે ત્યાં મોટર સાયકલ ઉપર મોઢે રૂમાલ બાંધીને બે અજાણ્યા શખ્સો ઘસી આવ્યા હતા અને તરુણીની એકલતાનો લાભ લઈને એક શખ્સે તેને પકડી રાખી બીજાં અજાણ્યા શખ્સે તેનું ઉપર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.ચાર માસ પહેલા બનેલી આ ઘટના બાદ તરુણીને ચાર માસનો ગર્ભ રહી ગયી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી આથી અજાણ્યા શખ્સની હવસલીલાનો ભાંડો ફૂટી ગયો હતો.આ બનાવ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/