ગુજરાતમાં કોરોના માટે થતા RT-PCR ટેસ્ટનો ચાર્જ ઘટ્યો: હવેથી 1500ને બદલે 800 રૂ.માં થશે

0
38
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ઘરે આવીને ટેસ્ટ કરશે તો માત્ર 1100 રૂપિયા ચાર્જ થશે

મોરબી : હાલ ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનું લેવાયું છે. જેમાં RT-PCR ટેસ્ટનો ભાવ ઘટાડવામાં આવ્યો છે. આ અંગે કોર કમિટીમાં મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. બાદમાં રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.

હાલ રાજસ્થાન અને દિલ્હી સરકારે કોરોના માટેના RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો કર્યા બાદ ગુજરાત સરકારે પણ RT-PCR ટેસ્ટની કિંમત ઘટાડીને 800 રૂપિયા કરી દીધી છે. જ્યારે ઘરે આવીને ટેસ્ટ કરે તો 1100 રૂપિયા ચુકવવા પડશે. જેનો અમલ આજથી થશે તેવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે કરી હતી. આ પહેલા રાજ્યમાં ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટ કરાવવાનો ખર્ચ 1500-2000 રૂપિયા થતો હતો. કોર ગ્રુપની બેઠકમાં ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવેલ છે.

CORONA-7
(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/