હળવદ : હાલ હળવદ તાલુકાના ચરાડવા ગામે પોલીસે બાતમીને આધારે રહેણાંક મકાનના વાડામાંથી વિદેશી દારૂની 29 બોટલ ઝડપી લઈ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રાજલનગરમાં આરોપી આમીનભાઈ અનવરભાઈ કાજડીયાના રહેણાંક મકાનના વાડામાંથી પોલીસે મેકડોવેલ્સ નંબર વન વ્હીસ્કીની 17 બોટલ તેમજ કિંગ્સ ગોલ્ડ વ્હીસ્કીની 12 બોટલ મળી કુલ રૂપિયા 8700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide