હળવદમાં ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા નિશુલ્ક ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

0
101
/

હળવદ: 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ વિશ્વમાં ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા ચકલી એક એવું પક્ષી છે કે જે જ્યાં ત્યાં પોતાનો માળો બાંધી શક્તિ નથી ત્યારે હળવદની એક સામાજિક સંસ્થા ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ કે જે છેલ્લા છ વર્ષથી વિશ્વ ચકલી દિવસ નિમિત્તે લુપ્ત પ્રજાતિઓને બચાવવા માટે ટીમ દર વર્ષે ચકલી ઘર તેમજ પીવાના પાણીના કુંડા સહિતનું નિશુલ્ક વિતરણ કરે છે

ત્યારે આજે પણ 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમીતે યુવા ગ્રુપ દ્વારા એક હજારથી વધુ ચકલી ઘર ૧૦૦૦૦ થી વધુ  પીવાના પાણીના કુંડા તેમજ ૫૦૦ જેટલા પતરાના ચકલી ઘર નું વિતરણ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં અંદાજે ૧૦૦૦૦થી વધારે ચકલી ઘર 3,000થી વધારે પીવાના પાણીના કુંડ ની ડીશ નું વિતરણ આ ગ્રુપ  દ્વારા કરવામાં આવ્યું.હળવદમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સામાજિક કાર્ય કરી લોકહિતના કાર્યો કરે છે આ કાર્યક્રમને સફળ બનાવવા ફ્રેન્ડસ યુવા ગ્રુપના કાર્યકરોએ ભારે જહેમત ઊઠાવી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/