હળવદ: હરખના તેડામાં ટોપરાપાક જમ્યા અને 70ને ફૂડપોઇઝનિંગ

0
213
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગમાં હડિયાહળી : રાતભેરના મહેમાનો પણ દવાખાને દોડ્યા

હળવદ : હાલ હળવદના કુંભારપરા વિસ્તારમાં આજે હરખના તેડા સમાન સામાજિક પ્રસંગમાં જમણવારમાં ટોપરાપાક ખાધા બાદ મહેમાનોને હડિયાહળી થઈ પડી હતી. ફૂડ પોઇઝનિંગને કારણે હળવદના સ્થાનિક અને રાતભેર ગામથી આવેલા 70 જેટલા મહેમાનોને ઝાડા – ઉલટી શરૂ થઈ જતા મહેમાનોને સરકારી અને ખાનગી દવાખાના ના તેડા આવી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ આજે હળવદના કુંભરપરા વિસ્તારમાં અન્નક્ષેત્રની બાજુમાં રહેતા કરમણભાઈ રાતડીયાના ઘેર આજે શુભ પ્રસંગ હોય 200થી 250 માણસોનો જમણવાર યોજવમાં આવ્યો હતો જેમાં રાતભેર ગામેથી મોટી સંખ્યામાં મહેમાનો હરખના તેડામાં આવ્યા હતા.

બીજી તરફ બપોરના સમયે મનભાવતા ભોજનીયા સાથે મીઠાઈમાં ટોપરપાક રાખવામાં આવ્યો હતો અને શુભ પ્રસંગે સૌ કોઈએ આનંદથી ભરપેટ ભોજન કર્યું હતું. પરંતુ ભોજન બાદ મહેમાનોને અજુગતા અનુભવો સાથે હડિયાહળી થઈ જતા સાંજ સુધીમાં 70 જેટલા મહેમાનોને દવાખાનાના તેડા આવી ગયા હતા.

બીજી તરફ રાતભેર ગામેથી આવેલા મહેમાનોને પણ પેટમાં ગુડગુડિયા શરૂ થતાં માથક સહિતના આજુબાજુના ગામમાં ઉપરાંત હળવદ સુધી દવાખાને દોડવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, શુભ પ્રસંગે જમણવારમાં હળવદના મીઠાઇના વેપારીને ત્યાંથી ટોપરાપાક ખરીદ કરવામાં આવ્યો હોય ફૂડ પોઇઝનિંગને કારણે આ વેપારીને પણ હાલમાં પરસેવા છૂટી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/