રાજકોટ રેન્જની ટીમે પૂર્વ માહિતીના આરોપીને ઝડપી લીધો
હળવદ : સગીર વયની બાળાનું બદકામ કરવાના ઇરાદે સવા વર્ષ પહેલાં અપહરણ કરી જનાર નાસતા ફરતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવી છે. આ સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલાએ સુચના કરેલ જે અન્વયે મળેલ હકીકત આધારે સ્કવોડના પો.સ.ઇ. ભગવાનભાઇ ખટાણા , મહાવીરસિહ પરમાર સહિતના પો.સ્ટાફે હળવદ ગામેથી સગીર વયની કન્યાના અપહરણના ગુનામાં છેલ્લા સવા-વર્ષથી નાસતા-ફરતા આરોપી શરીફશા મહમદશા ફકીર (રહે. ભવાનીનગરનો ઢોરો, હળવદ વાળાને) ભારતનગર, ગાંધીધામ ખાતે હોવાની મળેલ હકીકત આધારે ત્યાંથી પકડી પાડેલ છે. ઝડપાયેલા આરોપીના કોવીડ૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સુચના સાથે હળવદ પો.સ્ટે. ખાતે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરવા સોપવામાં આવ્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide