હળવદ તાલુકામાં પાણી ઓસરતા રોગચાળો અટકાવવા કામગીરી શરુ

0
1
/

મોરબી : હાલ મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયા હોવાની તથા રસ્તાઓ ખરાબ થાય હોવાનું સામે આવ્યું છે. તથા પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે. અને લોકોમાં રોગચાળો ફેલાઈ છે. ત્યારે આગમચેતીના પગલાં રૂપે હળવદ તાલુકાના રણમલપુર પીએચસીમાં આજે જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા રોગચાળો અટકાવવા કામગીરીની સૂચના આપવામાં આવી હતી.

જે મુજબ ડો. રાવલના માર્ગદર્શન હેઠળ પાણી ઓસર્યા બાદ રોગ અટકાયત અંતર્ગત સાફ-સફાઈ, ક્લોરિનેશન, પોરાનાશક વગેરે જેવી કામગીરી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ગામોમાં MPHW, FHW, CHO તથા આશા અને આરોગ્યના કર્મચારી દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/