હળવદમાં વૈજનાથ મહાદેવ મંદિર ખાતે નિઃશુલ્ક કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો

0
52
/

હાલ આગામી દિવસોમાં પણ સવારે દસથી સાંજે પાંચ સુધી નિયમિત રીતે આ કાર્યક્રમ ચાલુ રહેશે: વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન 

હળવદના નગરજનો નિઃશુલ્ક કોરોના પ્રતોરોધક રસી લેવા અનુરોધ

હળવદ : હાલ હળવદ મધ્યે આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના પરિસરમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ રોજ નિઃશુલ્ક કોરોના પ્રતિરોધક રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના 45 વર્ષથી વધુ વયના વ્યક્તિઓને નિઃશુલ્ક રસી આપવામાં આવી હતી. જેમાં શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રીએ કોરોના વેકસીન લેવાની શુભ શરુયાત કરી હતી.

આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકીય આગેવાનોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કર્યો હતો અને આ કાર્યક્રમમાં 45 વર્ષથી વધુ વયના હળવદના નગરજનોએ ઉત્સાભેર જોડાઈ કોરોના પ્રતિરોધક રસી લીધી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, ભાજપ અગ્રણી બીપીનભાઈ દવે, જિલ્લા ભજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, શહેર ભાજપ પ્રમુખ કેતનભાઈ દવે, અજયભાઈ રાવલ, રમેશભાઈ ભગત, શ્રી વૈજનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પ્રવીણભાઈ દેરાશ્રી, ટ્રસ્ટી દીપકભાઈ રાવલ, પીયૂસભાઈ દવે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભાવિનભાઈ ભટ્ટી, ડૉ. કિશનભાઈ દેથરીયા હાજર રહ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/