હળવદના ચરડવા નજીક આવેલ સમલી ગામની કેનાલમાંથી રહસ્યમય રીતે લાશ મળતા એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
હળવદ :હાલ મોરબી જિલ્લામાં ગુન્હેગારો બેખોફ બની ગુન્હાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેકતા હોય તેવી સ્થિતિ વચ્ચે આજે હળવદના ચરાડવા નજીક આવેલ સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા સનસનાટી મચી ગઇ છે અને ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા નજીક આવેલ સમલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં હળવદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવકની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.વધુમાં જાણવા મળ્યા મુજબ મૃતકની ઉપર 25થી 30 વર્ષ જેટલી છે અને હત્યારાઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીકી લાશને સળગાવી નાખી હોવાનું પણ બહાર આવ્યું છે. બીજી તરફ ભેદભરમના આટાપાટા સર્જતી આ ઘટનાની જાણ થતાં મોરબી એલસીબી ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide