ચાર તસ્કરોના કરતૂત સીસીટીવીમાં કેદ
મોરબી : હાલ મોરબીની ભાગોળે આવેલ ત્રી મંદિરમાં ગઈકાલે મોડીરાત્રીના તસ્કર ગેંગ ત્રાટકી હતી. જો કે, તસ્કરોને સિક્યોરોટી ગાર્ડે પડકારતા તસ્કરોએ ગાર્ડને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ભાગોળે આવેલ ત્રી મંદિરમાં ગતરાત્રીના તસ્કરો ત્રાટકયા હતા જેને જોઈ જતા તસ્કરોને ટપારતા મંદિરના સિક્યોરિટી ગાર્ડ જયંતિભાઈ ઓધવજીભાઈ બાવરવા, રહે.નાની વાવડી ગામ વાળાને માથામાં ધોકો ફટકારી ઇજાઓ પહોંચાડી હતી.
જો કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે અને હાલમાં આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઈ ન હોવાનું તાલુકા પોલીસ મથકના સૂત્રો જણાવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide