જશમતગઢમાં ઝેરી જીવજંતુ કરડતાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત

0
62
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી તાલુકાના જશમતગઢ ગામમાં રહેતા એક વૃદ્ધને ઝેરી જીવજંતુ કરડતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી હતી.

જશમતગઢ ગામમાં રહેતા 65 વર્ષીય છગનભાઇ માવજીભાઇ મકવાણા તા. 26 જુલાઈના રોજ સવારના 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરના ફળીયામાં બેઠા હતા. ત્યારે અજાણ્યું ઝેરી જીવજંતુ તેમને કરડી ગયું હતું. આથી, તેમને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/