લીંબડીના વોર્ડ નંબર-3માં લાતીપરામાં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ

0
28
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સુરેન્દ્રનગર: લીંબડી શહેરના વોર્ડ નંબર-3માં બનતા રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ ઊઠી છે. અખિલ ભારતીય રાજાર્ય સભાના સભ્યોએ ડે.કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદારને લેખિત ફરિયાદ આપી તપાસની માગ કરી છે.લીંબડી શહેરના વોર્ડ નં-3માં સતવારા સમાજની ભોજન શાળા પાછળ આવેલા લાતીપરા વિસ્તારમાં ચાલતા CC રોડના કામમાં ભ્રષ્ટાચારની રાવ સાથે અખિલ ભારતીય રાજાર્ય સભાના પ્રભારી નિલેશ ચાવડા, ગજેંદ્રસિંહ સોલંકી, બટુકભાઈ ચાવડા તાલુકા સેવા સદન ખાતે ધસી આવ્યા હતા.

ડે.કલેક્ટરની ગેરહાજરીમાં સિરસ્તેદારને લેખિત ફરિયાદમાં જણાવ્યું કે, લાતીપરામાં બનતા રોડના કામમાં ટેન્ડરની શરતોનું પાલન થતું નથી. હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવે છે. એગ્રિમેન્ટ હેઠળ થતાં કામમાં ગેરરીતિ આચરાઈ છે. રોડના કામનું સુપરવિઝન લીંબડી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ન.પાલિકા કોન્ટ્રાક્ટર સાથે મળીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે. રોડનો દર 6 ઈંચ રાખવાને બદલે ફક્ત 3 ઈંચ જ રાખવામાં આવે છે. રોડના કામમાં રેતી, કપચી, લોખંડ, નબળું વપરાયું છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને યોગ્ય તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/