ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવતા હોવાનો આરોપ
માળીયા : પીએમ કિસાન નિધિ E-KYC પ્રક્રિયામાં માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પના નામે 100-100 રુપિયાનો ચાર્જ વસુલાતો હોવાની બુમરાણ ઊઠી છે.
માળિયા મીયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીએમ કિસાન નિધિ E-KYCની સીએસસી કેન્દ્રો પર કામગીરી આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને પીએમ કિસાન નિધિ E-KYCની યોગ્ય જાણકારી ન હોય, એનો ચાર્જ શું હોય છે એ તમામ બાબતોથી ખેડૂતો અજાણ હોય માળિયા મીયાણા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પના બહાના હેઠળ એક E-KYC માટે 100 રૂપિયાનો ચાર્જ વસુલાતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે.આ તકે માળિયા મીયાણા તાલુકાના નાનાભેલા ગામમાં ગ્રામ પંચાયતમાં કેમ્પ યોજાયો હતો. જેમાં ખેડૂતો પાસેથી 100 રુપિયાનો ચાર્જ વસુલાતો હોવાથી નાનાભેલા ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ રમેશભાઈ ભગવાનજીભાઈ કાવરે વાંધો ઉઠાવતા કેમ્પમાં હાજર સંચાલક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હું પ્રાઇવેટ કામ કરું છું અને મને સરકારે સીએસસીની મંજુરી આપેલ હોય જેથી આ કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. પણ 100 રુપિયાના ચાર્જ વસુલાતનો પ્રત્યુત્તર ન આપીને ઓનલાઇન અરજીના બહાને ક્યાંક ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાનું રમેશભાઈ કાવરે જણાવ્યું હતું અને આવા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ગોઠવાતા કેમ્પ શંકાસ્પદ દાયરામાં હોય જેની યોગ્ય દિશામાં તપાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સાથે થતી છેતરપિંડી બાબતે તંત્રએ યોગ્ય દિશામાં તપાસ કરી ઘટતું કરવા જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide