માતૃભુમી વંદન ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજલિબેનના કાર્યક્રમમાં મોટી સંખ્યામ લોકો ઉપસ્થિત રહ્યા
મોરબી : હાલ મોરબીના માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા 23 થી 27 એક શામ શહીદો કે નામ અંજલિબેન આર્યનો કાર્યક્રમ ગઈ કાલ રાત્રે આલાપપાર્કમાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યપ્રદેશના સામલી જિલ્લાના અંજલીબેન આર્ય કે જેઓ વૈદિક સંસ્કૃતિના પ્રચાર માટે અવિવાહિત રહી દેશ અને દુનિયામાં ભજનાવલી સાથે,દેશભક્તિના ગીતો સાથે આર્ય સંસ્કૃતિ,સનાતન હિન્દૂ ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે, એવા વિરલ વિભૂતિએ આલાપ પાર્કમાં ગઈ કાલ રાત્રે વૈદિક સંસ્કૃતિનો મહિમા ગાયો હતો, ક્રાંતિવિરોના જીવન કવન વિશે વાતો કરી શહીદવિરોની શહાદતને યાદ કરી હતી.અભિમન્યુ અને સુભદ્રાની વાતો દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન માતાના ખાન પાન કેવા હોવા જોઈએ?એના વિશે વાતો કરી હતી,બીડી,ગુડકા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે ઉદાહરણ સાથે વાતો કરી હતી. મહર્ષિ દયાનંદ સરસ્વતી,ગુરુ નાનક,છત્રપતિ શિવાજી મહારાજ રાણા પ્રતાપ,રામ અને ક્રિષ્નની વાતોના માધ્યમથી ચિત્ર નહીં પણ ચરિત્ર નિમાર્ણ વિશે વાતો કરી હતી,
કાર્યક્રમની શરૂઆત ભારતમાતાની આરતીથી કરવામાં આવી હતી,અંજલીબેન આર્યનું સ્વાગત સન્માન નિમિષાબેન ભીમાણી,દુર્ગાબેન વામજા, અલ્પાબેન ઘોડાસરા, પ્રફુલ્લાબેન રૂપાલા મનીષાબેન અગોલા, કૃપાબેન દેસાઈ વગેરેએ કર્યું હતું.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં આલાપ પાર્કના પ્રમુખ અરવિંદભાઈ વામજા મંત્રી રામજીભાઈ વિડજા અને જીતુભાઈ રૂપાલા વગેરે કમિટી મેમ્બર ભારે જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide