નવા મતદારો ઇ-એપિક કાર્ડ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકશે
મોરબી : હાલ મતદારયાદી સુધારણા કાર્યક્રમ – ૨૦૨૧ માં નવા નોંધાયેલા યુવા મતદારો ડીજીટલ સ્વરૂપમાં પોતાના ચુંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે તે માટે રાષ્ટ્રીય મતદાતા દિવસે ચુંટણી પંચ દ્વારા ઇ-એપિક એપ લોન્ચ કરાઇ હતી. જે અંતર્ગત યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા મતદારો તેમના મતદાર કાર્ડ http://nvsp.in/, https://voterportal.eci.gov.in તથા Voter Helpline Mobile આ (Android/ios) એપ્લિકેશનમાં ડાઉનલોડ કરી શકશે.
આ ઇલેક્ટ્રોનિક ચુંટણી કાર્ડને ડાઉનલોડ કરીને ડીજીટલી સાચવી શકાશે. કુલ ૮૦૬૫ યુનિક મોબાઇલ નંબર ધરાવતા યુવા મતદારો નોંધાયા છે. જે પૈકી અત્યાર સુધીમાં ૧૨૯૫ મતદારોએ આ કાર્ડ ડાઉનલોડ કર્યા છે. મોરબી મતદાર વિભાગમાં ૫૨૮, ટંકારા મતદાર વિભાગમાં ૫૩૭ તથા વાંકાનેર મતદાર વિભાગમાં ૨૩૦ મતદારનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લાનાં દરેક તાલુમાં ઇ-એપિક હેલ્પડેસ્ક ખોલવામાં આવેલ છે. તો જિલ્લાના મતદારોને ચુંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સુવિધાનો મહત્તમ લાભ લેવા જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી જે.બી.પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.તેમ નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મોરબીની યાદીમાં પણ જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide