મોરબીમાં વર્ષે ૧૫૦૦ જેટલા લોકો બની ચુક્યા છે કેન્સરનો શિકાર : આજે વિશ્વ કેન્સર દિવસ

0
48
/
હાલ મોરબીમાં મો, ગળા, ફેફસા અને લિવસ કેન્સરના દર્દીઓ વધ્યા: સમગ્ર ભારતમાં કેન્સરના દર્દીઓનું સૌથી ઊંચું પ્રમાણ ગુજરાતમાં

મોરબી : આજે વિશ્વ કેન્સર દિવસ હોય સમગ્ર ભારતમાં અસાધ્ય કહી શકાય તેવા કેન્સરના દર્દીઓનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે ત્યારે ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં સૌથી વધુ કેન્સરના દર્દી ગુજરાતમાં છે અને મોરબી જેવા નાના જિલ્લામાં પણ વર્ષે ૧૫૦૦ જેટલા લોકો કેન્સરનો શિકાર બની રહ્યા છે જેની પાછળનું મુખ્ય કારણ તમાકુ, પાન- માવાનું સેવન જવાબદાર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. જો કે, સરકાર અને સ્વૈચ્છીક સંસ્થાઓ કેન્સરની બીમારીથી લોકોને બચાવવા અનેક વિધ જનજાગૃતિ કાર્યક્રમો કરી રહી છે પરંતુ વ્યસનને કારણે કેન્સરની બીમારી વધુ ફેલાઈ રહી છે.

મોરબી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. વિજય ગઢીયાના જણાવ્યા મુજબ દરવર્ષે ૪ ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી લોકોને જાગૃત કરવામાં આવે છે. અને કેન્સર અંગે લોકોમાં રહેલા ડરને નાબૂદ કરવા માટે કોઈ થીમ નક્કી કરવામાં આવે છે અને અને તેના દ્વારા સારવાર માટે જાગૃતતા લાવવામાં આવે છે.બવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુ.એચ.ઓ)ના એક અહેવાલ પ્રમાણે 10 ભારતીયમાંથી 1 ભારતીયને કેન્સર થાય છે, અને દર વર્ષે આ રોગના લગભગ 16 મિલિયન કેસ નોંધાયેલા છે. આ દરમિયાન, વૈશ્વિક સ્તરે દર વર્ષે કેન્સરને કારણે 6 લોકોમાંથી 1 પોતાનો જીવ ગુમાવે છે.

મોરબી જિલ્લાની સ્થિતિ અંગેનો ચિતાર આપતા આઈએમએ પ્રમુખ ગાઢીયા કહે છે કે મોરબી જિલ્લાના મો, ગળા અને ફેફસાના કેન્સરનું પ્રમાણ વધુ છે જેની પાછળ તમાકુ, બીડી અને સિગારેટ જેવા દુષણ જવાબદાર ગણી શકાય ઉપરાંત છેલ્લા વર્ષોમાં લીવર અને પેટના કેન્સર પણ જોવા મળી રહ્યા છે અને વર્ષ દરમિયાન ૧૫૦૦ જેટલા દર્દીઓ કેન્સરનો શિકાર બની રહ્યા છે જે ખૂબ જ ચિંતાજનક મુદ્દો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/