ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ
મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયામાં ચૂકવવાના બાકી રહેતા 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરીને હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં યુવાનને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેણે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી આ તમામને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સુનીલભાઇ ભરતભાઇ અગેચણીયા (ઉ.વ.૨૨ ધંધો. મજુરી રહે.વીસીપરા કુલીનગર-૨ મોરબી) એ આરોપીઓ સદામભાઇ ખલીફા (રહે.ટંકારા છાપરી વાળી શેરીમાં જી.મોરબી), બુધીયો (રહે.સીપાઇવાસ મોરબી), ઉસ્માન ગની રહે.(ટંકારા છાપરી વાળી શેરીની બાજુમાં જી.મોરબી) વસીમભાઇ ઉર્ફે ભાણો (રહે.ટંકારા છાપરી વાળી શેરી જી.મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે,ફરીયાદીએ એક આરોપી પાસેથી હાથ ઉછીના રૂપીયા ૧૪,૦૦૦ લીધેલ હોઇ અને તે પૈકી રૂપીયા ૬,૦૦૦ પરત આપવાના બાકી હોઇ બાબતે આરોપીઓ ફરીયાદી પાસે પૈસાની ઉઘરાણી કરવા આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide