મોરબીના સિરામિક ઉદ્યોગપતિને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાંથી એક હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ અપાવવાની લાલચ આપીને તેની સાથે ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરવામાં આવી હતી જે ગુનામાં ડોકટર કમ નકલી આઈએએસ અધિકારી સહિત બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી જે બન્નેને ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટે ડોકટરના ૨૯મી સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે જો કે, બીજા આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે અને આરોપીઓએ મોરબીના સિરામિક ઉદ્યોગપતિ સાથે છેતરપીંડી કરીને મેળવેલા રૂપિયા ક્યાં રાખ્યા છે અથવા તો વાપર્યા છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે
શહેરના શનાળા રોડ ઉપર ઉમિયાનગરમાં આવેલા દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સીપ્રા સિરામિક પ્રાઇવેટ લિમિટેડ નામનું કારખાનું ધરાવતા વિજયભાઈ નાથાભાઇ ગોપાણી જાતે પટેલ (ઉં.૪૪)એ શહેરના રામચોક પાસે દવાખાનું ધરાવતા ડો.વસંતભાઈ કેસુભાઈ ભોજવીયા તેમજ અન્ય પાંચ શખ્સોની સામે ૧૩.૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી કેમ કે, ડો. વસંત ભોજવીયાએ પોતે આઇએએસ(કલેકટર)માં પાસ થયેલા હોવાનું કહીને તેઓને રૂપિયાની જરૂરિયાત હોવાથી ૩૦ લાખ રૂપિયા રોકડા લીધા હતા અને ત્યાર બાદ તેના સસરા તરીકે પ્રદિપભાઇ કારેલીયા (રહે, જેપુર તા.ગોંડલ તથા દિલ્હી)ની ઓળખ આપીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં રૂા.૮૦૦ થી ૧૦૦૦ કરોડ સુધીનો ૧૦ વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી હતી અને સમયાંતરે ફરિયાદી પાસેથી કુલ મળીને ૧૩.૬૦ કરોડ રૂપિયા મેળવીને છેતરપીંડી કરી હતી જેથી કારખાનેદારે ડોકટર સહિત કુલ મળીને પાંચ શખ્સોની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ડો. વસંત ભોજવીયા અને જયેશ સોલંકીની ધરપકડ કરી હતી
આ બન્ને આરોપીના ૧૪ દિવસના રીમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે આરોપી ડો. વસંત ભોજવીયાના આગામી ૨૯ મી તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જો કે, આરોપી જયેશ સોલંકીને જેલ હવાલે કરવા માટે કોર્ટે હુકમ કર્યો છે હવે રિમાન્ડ દરમ્યાન આરોપીએ ફરિયાદી પાસેથી છેતરપીંડી કરીને મેળવેલા રૂપિયા કયા રાખ્યા છે અથવા તો કયા વાપર્યા છે તે દિશામાં તપાસ કરવામાં આવશે તેમજ બાકીના આરોપીને પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide