આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે : રાજયમંત્રી મેરજા
મોરબી : હાલ લોકોની પ્રાથમિક જરૂરીયાતના એવા મોરબીના ૩૮ કરોડના પાણી પુરવઠા યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ મંજુર કરાવ્યા છે.
રાજય સરકારના મુખ્યમંત્રીની નેમ મુજબ મોર્નીંગ એપ્લાય એન્ડ ઇવનીંગ રીપ્લાય કરી, આમજનતાના મુખ્ય જરૂરીયાતના કામો રોડ, વીજળી અને પાણી તેમજ ભૂગર્ભ ગટરના કામો સત્વરે મંજુર કરીને લોકોને સારામાં સારી સુવિધા આપવાની રીતિ-નીતિ ધ્યાનમાં રાખી, મોરબીના ધારાસભ્ય અને રાજયના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી દ્વારા મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ આશરે ૧૧૫ જેટલા વાડી વિસ્તારમાં મુખ્ય પાયાની સુવિધા એવી પીવાનું પાણી પૂરૂ પાડવા અને ભૂગર્ભ ગટર વ્યવસ્થાની જરૂરીયાતને પરિપૂર્ણ કરવા મોરબી નગરપાલિકા કક્ષાએથી પીવાના પાણીની યોજનાના કામો અને ભૂગર્ભ ગટર યોજનાના કામોની નિયત દરખાસ્ત કરાવીને, શહેરી વિકાસ વિભાગ કક્ષાએ સતત ફલો-અપ કરી મુખ્યમંત્રી સમક્ષ પણ રજુઆત કરીને ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ અંદાજે રૂા.૩૮.૩૫ કરોડના કામો મંજુર કરાવવામાં આવેલ છે. આ કામો વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે અને લોકોને સત્વરે સારામાં સારી પીવાના પાણી અને ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ થશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide