મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મોરબી તાલુકા સેવા સદનની અમુક કચેરીઓના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયેલ છે. જેને ધ્યાનમાં લઇને લાલબાગ ખાતે આવેલ તાલુકા સેવા સદનની કચેરીઓમાં અને પુસ્તકાલયમાં સેનેટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેમજ બે વ્યક્તિઓ વચ્ચેનું અંતર જાળવીને રાખવું અને ફરજિયાત માસ્ક પહેરવો, તેવી અરજદારોને સૂચના આપવામાં આવી હતી. તેમ સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહિલએ યાદીમાં જણાવ્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide