મોરબીના લખધીરપુર રોડ ઉપર એક સીરામીક યુનિટમાં મજૂરોની ઓરડીમાં લાશ પડી હોય કારખાનેદારે સ્ટેટ કંટ્રોલને ફોન કર્યો હતો જેથી જિલ્લા કંટ્રોલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે જઈને મહિલાના મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડયો હતો.
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર સ્માઇલ નામના યુનિટના લેબર કવાટરમાં મહિલાનો મૃતદેહ પડયો હોય ભાગીદારો પૈકીના રાજુ પટેલે સ્ટેટ કંટ્રોલ રૂમના ૧૦૦ નંબર ઉપર બનાવની જાણ કરી હતી જેથી સ્ટેટ કંટ્રોલ દ્વારા મોરબી જિલ્લા કંટ્રોલને જાણ કરાતા જિલ્લા કંટ્રોલ દ્વારા મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે વાકેફ કરાયા હતા.જેથી મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલની સૂચનાથી જમાદાર કિશોરભાઈ તથા સ્ટાફે સ્થળ ઉપર જઈને તપાસ હાથ ધરી હતી જેથી ત્યાંથી ત્રણેક દિવસ જૂની કોહવાઇ ગયેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી.અને મહિલાને ગળેટૂંપો દેવામાં આવ્યો હોવાથી તેનુ મોત નિપજ્યુ હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે પોલીસને લાગી રહ્યું છે.જોકે લાશ ત્રણેક દિવસ અગાઉની હોય કોહવાઈ ગયેલી હોવાથી તેની ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લઇ જવામાં આવી છે.
વધુમાં તપાસ અધિકારી પાસેથી જાણવા મળ્યા મુજબ મૃતક મહિલાનું નામ રાધાબેન છે અને તેનો પતિ સોનુભાઈ હાલ બનાવ સ્થળેથી ગુમ છે. વધુમાં મળતી માહિતી મુજબ સોનુભાઈ અને મૃતક રાધાબેન દસ-બાર દિવસ પૂર્વે જ યુનિટમાં મજૂરીકામ માટે આવ્યા હતા અને છેલ્લા ત્રણેક દિવસથી તેઓના રૂમનો દરવાજો બંધ હોય અને દુર્ગંધ આવતી હોય ખોલીને જોવાતા તેમાંથી રાધાબેનની કોહવાય ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી.જોકે મૃતક રાધાબેનનો પતિ સોનુભાઇ હાલ બનાવ સ્થળેથી ગુમ હોય તેના ઉપર શંકા સેવીને પોલીસે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide