હાલ ગેસના ભાવ વધવાથી પ્રોડક્શન કોસ્ટ વધતા લોકો ટાઈલ્સને બદલે સસ્તા વિકલ્પ તરફ વળ્યાં : ફોરેનમાં માંગ વધી પણ શિપિંગ ભાડા વિલન બન્યા
મોરબી : સીરામીક ઉદ્યોગની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે છેલ્લા છ મહિનામાં ગેસના ભાવમાં થયેલ બમણાથી વધુ ભાવ વધારો, શિપિંગ ભાડામાં તોતિંગ વધારો ઉપરાંત રિયલ એસ્ટેટમાં મંદી જેવા ત્રેવડા કારણોથી ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળીયે બેસી ગઈ છે તો સામે પક્ષે એક્સપોર્ટમાં માંગ છે પરંતુ શિપીંગનો ભાડા વધારો નડી રહ્યો હોય હાલમાં મોરબીના 25 ટકા કારખાનાઓમાં માલનો ભરાવો થતા બંધ કરવાની નોબત આવી છે.
કોરોના મહામારી બાદ માંડ બેઠા થયેલા સિરામીક ઉદ્યોગની હાલમાં અલગ-અલગ ત્રણ પરિબળોએ કરોડરજ્જુ ભાંગી નાખતા મોરબી ક્લસ્ટર હેઠળ આવતા 25 ટકા એકમોમાં તૈયાર માલનો ભરાવો થતા બંધ કરવાની નોબત આવી છે. મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનામાં પાઈપલાઈન ગેસના ભાવમાં બમણાથી વધુ ભાવ વધારો થતા પ્રોડક્શન કોસ્ટમાં ખુબ જ વધારો થયો છે.પરિણામે વપરાશ કર્તાઓ ટાઈલ્સને બદલે કોટા સ્ટોન જેવા સસ્તા વિકલ્પ તરફ વળતા પાર્કિંગ ટાઇલ્સ જેવા ઉત્પાદનોની ખપતમાં ઘટાડો આવ્યો છે.
વધુમાં મુકેશભાઈ કુંડારીયા ઉમેરે છે કે ડોમેસ્ટિક માર્કેટમાં ઘટાડાની વિપરીત ફોરેન ઈન્કવાયરી અને ઓર્ડર વધ્યા છે પરંતુ જાન્યુઆરી માસમાં શિપિંગના ભાડમાં તોતિંગ વધારો થતા હમ એક્સપોર્ટના ઓર્ડરો પુરા કરવા મુશ્કેલ બન્યા છે અને દર મહિને સરેરાશ 1000 કરોડના એક્સપોર્ટમાં ઘટાડો થતા થતા એક્સપોર્ટ ઘટીને અડધે એટલે કે 500થી 600 કરોડે પહોંચી ગયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide