ટંકારા : ટંકારા પોલીસ દ્વારા ટંકારા તાલુકાના નસીતપર ગામમાં અલગ-અલગ સ્થળોએ જાહેરમાં જુગાર રમતા કુલ નવ શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ પોલીસે આરોપીઓની અટકાયત કરી હતી.
ગઈકાલે તા. 16ના રોજ નસીતપર ગામે જંગરીવાસમાં ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં બેસી ગંજી પતાના પાના તથા પૈસા વડે હારજીતનો તીન પતીનો જુગાર રમતા 5 શખ્સોને ટંકારા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂપીયા- ૧૦૩૫૦/- કબ્જે કરી છે. તેમજ પોલીસે આરોપીઓ અબ્બાસભાઇ અલારખાભાઇ કુરેશી (ઉ.વ.૪૦), હાસમભાઇ કાસમભાઇ શેખ (ઉ.વ.૩૯), નવીનભાઇ મનસુખભાઇ બાવરવા (ઉ.વ.૩૨), અમીનભાઇ આદમભાઇ ચૌહાણ (ઉ.વ.૩૧) તથા તૌફીકભાઇ ઇબ્રાહીમભાઇ ચૌહાણ (ઉ.વ.૨૮) વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ગઈકાલે તા. 16ના રોજ નસીતપર ગામે સ્મશાનની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં બેસી ગંજી પતાના પાના તથા પૈસા વળે હારજીતનો તીન પતીનો જુગાર રમતા ચાર શખ્સોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રૂપીયા- ૧૮૭૦/- કબ્જે કરી છે. તેમજ પોલીસે આરોપીઓ નુરમામદભાઇ ઉમરભાઇ ચૌહાણ (ઉ.વ.૪૫), હશનભાઇ અબ્બાસભાઇ સોઢા (ઉ.વ.૬૫), રતીલાલ મનજીભાઇ સારેસા (ઉ.વ.૫૧) તથા અબ્દુલભાઇ અલ્લારખાભાઇ ખરોસી (ઉ.વ.૫૬) વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide