મોરબીમાં કોંગ્રેસમાં તિરાડ : જયદીપ ઠાકર, ઓમકારસિંહ જાડેજા સહિતની ટીમ ભાજપમાં જોડાયા !!

0
191
/

વોર્ડ નંબર-5ના સક્રિય અગ્રણી-કાર્યકરો ધારાસભ્ય મેરજા,કાનભાઈની હાજરીમાં ભાગવા રંગે રંગાયા

મોરબી : મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સુપર-ડુપર ઓપરેશન પાર પાડી ખરાખરીના સમયે કોંગ્રેસના સક્રિય અગ્રણી જયદીપભાઈ ભુપતભાઇ ઠાકર, ઓમકારસિંહ જાડેજા તથા તેમના 50 કાર્યકર્તાઓની ટીમને ભાજપમાં જોડી ભાજપને મજબૂત બનાવ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબી શહેરના વોર્ડ નંબર-5 માં કોંગ્રેસના ગઢમાં જબરું ગાબડું પડ્યું છે ભાજપ દ્વારા ઓપરેશન પંજો હાથ ધરી કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરતા જયદીપ ભુપતભાઇ ઠાકર, ઓમકારસિંહ જાડેજા તથા 50 કાર્યકર્તાઓની ટીમને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને અનિલભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કેસરિયા રંગે રંગાઈ વિધિવત રીતે પણ ભાજપમાં જોડાયા હતા.ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકાના ચૂંટણી જંગમાં ઉમેદવારીપત્ર ભરવાથી શરૂ કરી પ્રચારના અંતિમ તબક્કે છતાં કોંગ્રેસની કારી ફાવતી નથી ત્યારે મતદાન પ્રક્રિયા પૂર્વે જ ભાજપે વોર્ડ નંબર પાંચમા જબરો ભૂકંપ સર્જી કોંગ્રેસના કાર્યકર્તાઓની ફૌજ સહીત બે આગેવાનોને ભાજપમાં આવકારતા ચૂંટણીચિત્ર ઉપર જોરદાર અસર પડવાની સંભાવના પણ જોવાઈ રહી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/