મોરબીમાં કોરોનાનું તાંડવ : દર્દીઓ રામ ભરોષે મુકાયા

0
416
/

મોરબી : હાલ છેલ્લા દસ દિવસમાં મોરબીમાં કોરોના વાયરસે ફરી માથું ઉંચકી નગ્ન નાચ શરૂ કર્યો હોવા છતાં જિલ્લા આરોગ્ય વિભાગ જાણે કઈ જ બન્યું ન હોય તેમ સતત આંકડા છુપાવવાના ખેલ ચાલુ રાખ્યા છે તો બીજી તરફ જાડી ચામડીના નેતાઓ મોરબીની જનતાના આરોગ્યની ચિંતા કરવાને બદલે ભીડ ભેગી કરી ચૂંટણીના તાયફા કરી રહ્યા છે. આ બધા વચ્ચે મોરબીની દવા બજારમાં છેલ્લા પાંચ દિવસમાં પેરાસીટામોલ,એજીથ્રો માઈસીન, ફેબી ફ્લૂની માંગમાં ઉછાળો આવતા સ્ટોક પણ ખૂટી પડ્યો છે તો રેમડીસીવર જેવા આવશ્યક ઈન્જેક્શનના મોરબીમાં કાળાબજાર જેવા ભાવ ચૂકવવા છતાં ઇન્જેક્શન ઉપલબ્ધ ન હોવાથી કોરોનાના દર્દીઓની હાલત કફોડી બની છે. ત્યારે મોરબીના લોકો જવાબદાર સાંસદ, ધારાસભ્ય અને કલેકટરને પૂછી રહ્યા છે હવે ક્યારે જાગશો ?

મોરબી શહેર જિલ્લામાં કોરોના વાયરસ ફરી બેકાબુ બન્યો છે ત્યારે કઠપૂતળીની જેમ નાચતા આરોગ્ય વિભાગ દ્વારા કે જવાબદાર તંત્ર માત્ર તમશાબિન બેઠું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સબ સલામતના દાવા કરનાર આરોગ્ય તંત્રના દાવાની પોલ ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ ખોલી નાખી છે અને રેપિડ ટેસ્ટ કીટ ન હોય દૈનિક 2000 કિટની ફાળવણી કરવા ગાંધીનગર આરોગ્ય મંત્રીને રજુઆત કરી છે તેના ઉપરથી જ સ્પષ્ટ બને છે કે મોરબીમાં દરરોજ કેટલા નવા કોરોના દર્દીઓ આવી રહ્યા હશે.

દરમિયાન મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ ખરેખર ભયાનક હોવાનું હોલસેલ દવા બજારમાંથી બહાર આવી રહ્યું છે, મોરબીની હોલસેલ દવા બજારમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતી પેરાસીટામોલ, એજીથ્રો માઈસીન, ફેબી ફ્લૂ અને કફ સીરપ સહિતની દવાઓની માંગમાં પ્રચંડ ઉછાળો આવતા હાલ ઉપરોક્ત દવાઓનો સ્ટોક ખાલી થઇ ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ગંભીર બાબત તો એ છે કે, હાલમાં માર્ચ એન્ડિંગને કારણે અમદાવાદના દવા ડેપો બંધ હોય આ જીવન જરૂરી દવાઓ આવતા પણ એકાદ બે દિવસ પણ પસાર થઇ જાય તેમ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/