મોરબીમાં કોરોનાના કાળ વચ્ચે દૂષિત પીવાના પાણીનું વિતરણ થતા આક્રોશ

0
31
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: હાલ એક તરફ કોવિડ-19ની મહામારી બેકાબુ બની છે. શહેર- જિલ્લાની સરકારી-ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે ત્યારે લીલાપર રોડ પર વિતરિત થતા નર્મદાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાની ગંભીર સમસ્યાએ લોકોનો જીવ તાળવે ચોંટાડી દીધો છે.

શહેરના લીલાપર રોડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દૂષિત પાણી વિતરિત થતું હોવાની ફરિયાદો ઉઠી છે. રાત્રે ભરેલા પાણીમાં સવાર થતા સુધીમાં શેવાળ જામી જતા પીવા માટે તો દુરની વાત છે; એ પાણી વાપરવા લાયક પણ રહેતું નથી. સ્થાનિકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ઋતુજન્ય બીમારી અને બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે આ ત્રીજી સમસ્યા ઉદ્દભવી હોય તંત્ર આ બાબતની ગંભીરતા સમજી ત્વરિત સમસ્યાનું નિરાકરણ લાવે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/