મોરબી : હાલ મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તહેવાર ઉપર 108ને આવતા કોલ્સમાં પણ વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સને ગઈકાલે મકરસંક્રાંતિના દિવસે 73 કોલ્સ આવ્યા હતા. જેમા 2 લોકોને ગળામાં પતંગની દોરી આવી જતા ઇજા પહોંચી હોય તેના કોલ્સ આવ્યા હતા. આ ઉપરાંત 7 કોલ્સ એક્સીડેન્ટના હતા. જ્યારે 6 કોલ્સ પડી જવાના આવ્યા હતા. 108ને દરરોજ સરેરાશ 60 જેટલા કોલ્સ આવે છે. એમાં ગઈકાલે તહેવારના દિવસે 25 ટકાનો વધારો નોંધાયો હતો. પતંગની દોરીથી ગળામાં ઇજા થવાના 2 કોલ્સ 108ને આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 2 કેસ પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આમ પતંગની દોરીથી કુલ 4 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide