મોરબી જિલ્લામાં આજે પણ માત્ર 19 જ કોરોના કેસ દર્શાવાયા, એક દર્દીનું મૃત્યુ

0
49
/

મોરબી : હાલ મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 31 માર્ચ, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1939 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 19 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં પણ આવી રહ્યા છે.

જ્યારે આજે મોરબી જિલ્લામાં એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે સરકાર દ્વારા સત્તાવાર મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 06
મોરબી ગ્રામ્ય : 05
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 02
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 01
આજના જિલ્લાના કુલ નવા કેસ : 19

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 05
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 01
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 07

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 164
કુલ ડિસ્ચાર્જ કેસ : 3237
મૃત્યુઆંક : 19 (કોરોનાના કારણે) 199 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 218
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3619
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 189621

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/