મોરબીમાં ચૂંટણી પ્રચારમાં હજુ ટાઢોળુ : મતદારો નારાજ

0
79
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મતદારોને મનાવવા ભજીયા પાર્ટીના આયોજન , તાવા પાર્ટીના આયોજન પણ  શરૂ

મોરબી : હાલ મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના અકળ મૌન વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ તો કરી દેવામાં આવ્યા છે. પરંતુ મતદાન આડે હવે માંડ આઠ દિવસ બાકી હોવા છતાં ગ્રામ્ય વિસ્તારો તો ઠીક શહેરી વિસ્તારમાં પણ હજુ પ્રચારનો માહોલ જામતો ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. જોકે, મતદારોને મનાવવા હાલમાં ખાનગીમાં તાવા-ભજીયા પાર્ટીના આયોજનો પણ શરૂ થયા છે.

આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ મોરબી નગરપાલિકા,માળીયા મિયાણા પાલિકા અને વાંકાનેર પાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ સહીત કુલ 616 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોટાભાગના ઉમેદવારો દ્વારા હાલમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેવામાં આવ્યા છે પરંતુ આ વખતની ચૂંટણીમાં મતદારો દ્વારા અકળ મૌન ધારણ કરી લેવાતા હજુ સુધી જોઈએ તેવો પ્રચારનો માહોલ બંધાયો નથી.

મોરબી શહેરમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા માટે હજુ સુધી જાહેર સભા કે મિટિંગ-સીટિંગ હજુ શરુ કરાયા નથી પરંતુ નગરપાલિકાના લડવૈયાઓ દ્વારા પોતાના મત વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું છે અને મોટાભાગના ઉમેદવારો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તો પ્રચાર શરૂ કરાયો છે. જો કે, ભાજપના કેટલાક ઉમેદવારો દ્વારા મતદારોનો ટેલિફોનિક ડેટા મેળવી મતદારોને મત આપવા વિનંતી કરવામાં આવી રહી છે.

બીજી તરફ મતદારો સુધી પહોંચવા ચાવીરૂપ ભૂમિકા ભજવતા કાર્યકરોની હાલમાં મોરબીમાં બોલબાલા વધી ગઈ છે અને બળુકા કાર્યકરો કહે તે વિસ્તારમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ખાનગીમાં તાવા પાર્ટી ભજીયા પાર્ટીના આયોજનો પણ શરૂ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/