મોરબી : મોરબીના જસમતગઢ ગામની સીમ એંન્ટોનોવા ટાઈલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જસમતગઢ ગામની સીમમાં આવેલ એંન્ટોનોવા ટાઈલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા મૂળ ભિકુબાર પરગણા પશ્ચીમ મીદનાપૂર (પશ્ચીમ બંગાળ) ના વતની દેબપ્રસાદ ગયાપ્રસાદ દેય (ઉ.વ.૩૧) એ ગઈકાલે તા.૬ ના રોજ કોઈ કારણસર પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવની જાણ થતાં ૧૦૮ નો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને તપાસ કરતા આ શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં શ્રમિકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના ASI એસ.આર.ચાવડા સહિતનાઓ ચાલવી રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide