મોરબીમાં DYSPની અધ્યક્ષતામાં તહેવારો ઉપર શોભાયાત્રા કે ઝુલુસ ન કાઢવા બેઠક યોજાઈ

0
91
/

DYSPની અધ્યક્ષતામાં વિવિધ સમાજમાં અગ્રણીઓ શાંતિ સમિતિની બેઠક મળી

મોરબી : તાજેતરમાં મોરબી એ ડિવિઝન પોલીસ ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજના અગ્રણીઓને તહેવારોની ભાઇચારાથી અને જાહેર કાર્યક્રમો ન યોજીને ઉજવણી કરવા જણાવાયું હતું.

મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે આજે શાંતિ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ડીવાયએસપી રાધિકા ભારાઈ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત પીઆઇ જે.એમ.આલ, મામલતદાર રૂપાપરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વેળાએ મુસ્લિમ સમાજના રસિદમીયા બાપુ,  પ્રમુખ ફારૂકભાઈ કચ્છી , અને વિહિપના પ્રમુખ કમલભાઈ દવે સહિતનાએ હાજરી આપી હતી.

આ બેઠકમાં પીઆઇ જે.એમ.આલે અગ્રણીઓને ભાઇચારાથી તહેવારો ઉજવવાનું જણાવ્યું હતું. સાથે સરકારી ગાઈડલાઇન મુજબ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોય કોઈ પણ તહેવાર નિમિત્તે મેળાવડા ન યોજવાનું સૂચન આપ્યું હતું. જન્માષ્ટમીના તહેવારે શોભાયાત્રા તેમજ ઇદ ઉપર ઝુલુસ ન કાઢવા જણાવેલ હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/