હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં સહયોગ આપવા અપીલ
મોરબી: હાલ મોરબી જિલ્લામાં આવતીકાલે ઉત્તરાયણના તહેવાર માટે કરુણા અભિયાન તેમજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ઠેરઠેર કેન્દ્રો ઉભા કરાયા છે.જ્યાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. ઉતરાયણ પર્વે દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર માટે જીવદયા પ્રેમીએ માત્ર એકવાર હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવાનું પુણ્ય કમાઈ શકશે.
જિલ્લાના ટંકારા શહેરના હેલ્પલાઇન નંબર 92650 73554,98982 27538 ,મોરબી શહેરના હેલ્પલાઈન નંબર 70698 23271,88667 12093,70967 23344, વાંકાનેર શહેર માટે 96388 11181, 88666 88238, 94261 25572, માળીયા(મી)શહેર માટે 82003 35060, 97253 87062 પર સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત મોરબી શહેરમાં નેહરુ ગૅઇટ ચોક પાસે કલેક્શન સેન્ટર રાખવામાં આવ્યું છે.જ્યાં ઘાયલ પક્ષીઓ આપી શકાશે તેમજ એમ્બ્યુલન્સ પણ સતત હરતી ફરતી રહેશે.આ ઉપરાંત જિલ્લામાં જેટલા પશુ દવાખાના છે ત્યાં પણ સારવાર ચાલુ રહેશે.મોરબીમાં લીલાપર રોડ ઉપર જે પશુ દવાખાનું છે તે પણ આખો દિવસ ધમધમશે. તેમજ યદુનંદન ગૌશાળામાં પણ ઘાયલ પક્ષીઓની સારવાર કરાશે.
આવતીકાલે ગાયોને ઘાસચારો ખવડાવવા અંગે યદુનંદન ગૌશાળાના સંચાલક કાનજીભાઈ જણાવે છે કે દાતાઓએ એકસાથે ગાયોને નીરણ નાખવું નહીં.વધુ પડતું ખાઇ જવાથી ગાયમાતા મુશ્કેલીમાં મુકાય છે અને તેને આફરો ચડે છે.તેથી ગાયોને બે ત્રણ દિવસ બાદ પણ ઘાસચારો નાખી શકાય.કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આવતીકાલે મોરબી શહેરના બાપાસીતારામ ચોક પાસે, પટેલ મેડિકલ સામે ઘાયલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર ચાલુ કરાયું છે.આ સ્થળ પર આખો દિવસ બે ડોક્ટરની ટીમ ખડેપગે રહેશે તેમજ પક્ષીઓની સારવાર માટે મોબાઇલ નંબર 75748 85747 પર સંપર્ક કરી શકાશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide