મોરબીમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

0
54
/
જિલ્લા કલેક્ટર, એસપી, ડીવાયએસપી તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ તથા સામાજિક કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રીતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ગાંધીજીની ભાવવંદના કરી

મોરબી : આજરોજ સત્ય અને અહિંસાના સમગ્ર વિશ્વને સંદેશ આપીને આ આદર્શ સિદ્ધાંતોથી ભારતમાતાને ગુલામીની જંજીરોમાંથી આઝાદ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ અવસર પર સમગ્ર દેશ પૂજ્ય બાપુને નત મસ્તક વંદન કરી રહ્યો છે. ત્યારે મોરબીમાં જિલ્લા કલેક્ટર, એસપી, ડીવાયએસપી તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ તથા સામાજિક કાર્યકરોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી ગાંધીજીની ભાવ વંદના કરી હતી.

મોરબીમાં આજે રાષ્ટ્પિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.આજે ગાંધી જયંતી નિમિતે શહેરમાં આવેલ ગાંધીબાગ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર જે. બી. પટેલ, જિલ્લા પોલીસ વડા ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, અધિક કલેક્ટર કેતન જોશી, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી જયંતિભાઈ જેરાજભાઈ પેટલ સહિતના કોંગ્રેસના તથા ભાજપના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરીને ગાંધીજીની ભાવ વંદના કરેલ હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/