હાલ સતત બે વર્ષથી રોજગારી છીનવાયા બાદ હવે મેળા,ઉત્સવોમાં કમાણીની તક મળી
મોરબી : મોરબીના એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં જ દસ દિવસ માટે રાજ્ય સરકાર દ્વારા હસ્તકલા મેળાનો પ્રારંભ થયો છે. આ મેળાની ખાસ વિશેષતાએ છે કે જે લોકક પરંપરાગત હાથ બનાવટની વસ્તુઓ જાતે જ બનાવીને રોજગારી મેળવે છે તેવા કારીગરોની અજીવિકાને પ્રોહત્સાહન આપવા ઉપરાંત લોકોને બજાર ભાવ કરતા સારી ઘરેલુ ચીજવસ્તુઓ મળી રહે તે માટે એક જગ્યા સહિતની તમામ સગવડો સરકાર દ્વારા પુરી પાડવામાં આવે છે. આથી હાથ બનાવટની ચીજવસ્તુઓના નાના-નાના કારીગરો માટે આવા હસ્તકલા મેળા અચ્છે દિન સમાન પુરવાર થઇ રહ્યા છે.
છેલ્લા બે વર્ષના કોરોના કાળમાં સરકારી સહિત મોટાભાગના જાહેર કાર્યક્રમો બંધ હતા. ત્યારે આ હસ્તકલા મેળો પણ બે વર્ષથી બંધ હતો. હવે કોરોનાની વિદાય થતા હસ્તકલા મેળા ફરી શરૂ થયા છે. જેમાં મોરબી ખાતે શરૂ થયેલા હસ્તકલા મેળામાં જુદી જુદી હાથ બનાવટની ચીજવસ્તુઓના 140 જેટલા સ્ટોલ નાખવામાં આવ્યા છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાંથી સામાન્ય કારોગરો પોતાની વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. આવા કારીગરોના કહેવા મુજબ કોરોના કાળમાં મેળા બંધ હોવાથી રોજગારીને અસર પડી હતી. પણ ઘરે વસ્તુઓ બનાવવા માટે પુષ્કળ સમય મળ્યો હતો અને ઘરેથી અમુક વસ્તુઓનું વેચાણ થતું હોવાથી કોરના કાળમાં આર્થિક રીતે થોડી રાહત રહી હતી. હવે મેળા શરૂ થતાં કમાવાની સારી એવી તક મળી છે. જેમાં મોરબી ખાતે વધુ કમાણી થતી હોવાથી તેમનો ઉત્સાહ બેવડાયો છે.
કોરોના કાળમાં ઘરેબેઠા રોજગારી મળી રહેતી
હેંડીક્રાફ્ટની વસ્તુઓ બનાવીને વેચાણ કરતા અનિતાબેન વિરમગામીયા કહે છે કે, તેઓ હસ્તકલામાં 8 વર્ષથી જોડાયેલા છે અને તેઓ સખીમંડળ સાથે તેમજ સ્વનિર્ભર બનીને જ જાતે રોજગારી મેળવે છે. કોરોના કાળમાં વધુ કોઈ આર્થિક સમસ્યા નડી ન હતી, કારણ કે આ વસ્તુઓનું ઉત્પાદન ઘરે કરવાનું હોય છે અને જેમ જેમ લોકોને જરૂર હોય એમ એમ વસ્તુઓ તેમના ઘરેથી લઈ જતા હોવાથી ઘરેબેઠા રોજગારી મળી રહેતી હતી. પણ હવે એક્ઝાબિશન શરૂ થયા હોવાથી કમાણીની વિપુલ તક મળી છે. અને મોરબીમાં તેઓની વસ્તુઓને સારો પ્રતિસાદ મળતો હોવાનું જણાવ્યું હતું.
કોરોના કાળ ઘરે વસ્તુઓનું ઉત્પાદન માટે સૌથી સારો રહ્યો
અમદાવાદથી આવેલા અને જવેલરીની જુદી જુદી બ્રાન્ડ બનાવીને વેંચતા નંદાબેન દોલે જણાવ્યું હતું કે, તેઓ આ હાથ બનાવટના વ્યવસાયમાં 2004 થી જોડાયેલા અને અમદાવાદ, ગાંધીનગરમાં કોલેજમાં પણ વિધાર્થીઓને વર્કશોપ આપીને શીખવાડે છે. જો કે તેઓએ કોઈ જૂથ સાથે નહિ પણ કોઈનો ટેકો લેવાને બદલે જાતે જ સ્વનિર્ભર બનીને આ વ્યવસાય કરે છે. કોરોના કાળમાં ભલે મેળાઓ બંધ રહ્યા હોય પણ આ સમયનો તેઓએ સારો એવો સદઉપયોગ કર્યો હતો. સામાન્ય દિવસોમા ઘરે માલ બનાવમાં જરાય ફુરસદ મળતી નથી. ત્યારે આ કોરોના કાળમાં ઘરેબેઠા કાચો માલ પડ્યો હોય એનું સારું એવું ઉત્પાદન કર્યું હતું અને નવું નવું ક્રિએશન કર્યું હતું. જેનો હવે બેનિફિટ મળે છે. મેળામાં હસ્તકલાને ભરપૂર સહયોગ મળ્યો છે.
કોરોના કાળ મુશ્કેલ રહ્યો, 3 વર્ષની બચત વપરાય ગઈ
અમદાવાદના હાથ બનાવટના કિચન, નેમ પ્લેટના કારીગર અરુણ પટેલે જણાવ્યું હતું કોરોના કાળ મુશ્કેલ રહ્યો હતો.જે બચત મૂડી કરેલી હતી તે વપરાય ગઈ હતી હસ્તકલા મેળા બંધ હોવાથી કમાણી બિલકુલ ન હતી. આથી 3 વર્ષની ભેગી કરેલી મૂડી બધી જ વપરાય ગઈ હતી. હવે મેળા ચાલુ થયા હોય કમાવવાની સારી તક મળી છે. આવા મેળામાં તેઓ રોજગારી મેળવે છે અને મેળા થકી ઘર ચાલે છે.
કોરોના કાળમાં બનાવેલી વસ્તુઓની લગ્નગાળામાં કમાણી થઈ
સુરતના મોતીના તોરણ, ઝૂમર સહિતની હેંડીક્રાફ્ટ વસ્તુઓના કારીગર મહેજબીનબેન પટેલે જણાવ્યું હતું કે,આ વ્યવસાયમાં 2008 થી જોડાયેલા છે. સખી મંડળ સાથે જોડાયેલ હોય અને દુકાન સહિતનું પ્લેટફોર્મ મળતા કોરોના કાળમાં તેમને ખાસ કોઈ મુશ્કેલી નડી ન હતી. હોલસેલના વેપારીઓ સાથે કોટેન્ક થતા એટલે તેમની રોજી ચાલતી હતી. સખી મંડળને કારણે ઘરેથી કામ ચાલતું હોય એના ખરીદદાર પણ મળતો હતો અને કોરોના કાળમાં ઘરે વસ્તુઓ બનાવવાની ફુરસદ વધુ મળી એટલે તેમને મેરેજને લગતી વસ્તુઓ હોય મેરેજ શરૂ થતાં જ તેમની ગાડી ચાલી હતી અને હવે મેળા શરૂ થતાં સારો રિસ્પોન્સ મળ્યો છે.
અન્ય જગ્યા કરતા મોરબીમાં વધુ કમવાની તક
મેળાના સંચાલક નગીન એન નાડીયા કહે છે કે અન્ય જગ્યાએ આવા મેળા થાય છે પણ ત્યાં મોરબી જેવો સહકાર મળતો નથી. હાલ ચાર દિવસના મેળામાં કારીગરોને સારી આવક થતા તેઓએ રાજીના રેડ થઈ ગયા છે. મોરબીમાં હાથ બનાવટની વસ્તુઓની વધુ ડિમાન્ડ રહે છે. તેમાંય મહિલાઓ આવા કારીગરો પાસેથી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખતી હોવાથી મોરબીનો મેળો ખુબજ ફાયદાકારક રહે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide