અન્ય પુરુષ સાથે સંબંધની જાણ થતાં પતિએ છૂટાછેડા માંગતા પત્ની વિફરી
મોરબી : હાલ મોરબીમાં ઉલટી ગંગા જેવા એક કિસ્સામાં લફડાબાજ પત્નીને અન્ય પુરુષ સાથે સબંધ હોવાની જાણ થતાં પતિએ છૂટાછેડા માંગતા માથાફરેલી પત્નીએ ખોટા કેસમાં ફિટ કરવાની ધમકી આપતા પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મૂળ અમરેલીના અને હાલમાં મોરબીના શક્તી પ્લોટ મેઇન રોડ ઉપર પવનસુત એપાર્ટમેન્ટના ફલેટમાં રહેતા અશ્વીનભાઇ હર્ષદભાઇ હેલૈયાની પત્ની શીવાંગીને અન્ય પુરુષ સાથે સબંધ હોય જેની જાણ અશ્વિનભાઈને થયા તેમને છૂટાછેડા આપવા પત્નીને કહેતા શિવાંગીએ ગત મેં મહિનાથી અત્યાર સુધી અવાર નવાર ફરીયાદીને તથા તેના માતા પિતાને ફોન કરી ફોનમા ભુંડી ગાળો આપી હતી અને છુટાછેડા એમનેમ નહી આપુ તેમ જણાવી ખોટા પોલીસ કેસ કરી ફસાવી દેવાની તેમજ થાઇ તે કરી લેવાની ફોનમા ધમકી આપી હતી.[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
ધ્રોલ: ધ્રોલના ખારવા મુકામે કાસુન્દ્રા પરિવાર દ્વારા વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરાયેલ છે, પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલા ખારવા...