જાત તપાસ કરવા છતાં રીક્ષાનો પત્તો ન લાગતા, અંતે બન્ને છકડો રીક્ષા ચાલકોએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી
મોરબી : તાજેતરમા મોરબીમાં અલગ અલગ સ્થળેથી બે છકડો રીક્ષાની ચોરી થયાની ઘટના સામે આવી છે. ઘણા સમય અગાઉ થયેલી આ ચોરીની ઘટનામાં જાત તપાસ કરવા છતાં રીક્ષાનો પત્તો ન લાગતા અંતે બન્ને છકડો રીક્ષા ચાલકોએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પંચાયત સામે આવેલ ભરવાડ શેરીમાં રહેતા અને છકડો રીક્ષા ચલાવતા વિજયભાઇ મૈયાભાઇ રાતડીયા ભરવાડ (ઉ.વ.૨૭) ગત તા.૨૫ જાન્યુઆરીના રોજ મોરબી મંગલભુવન રોડ જલારામ એપાર્ટમેન્ટની પાસે .રૂ. ૪૦,૦૦૦ ની કિંમતની GJ-03-AT-7344 નબરની છકડો રીક્ષા રાખી હતી.આ છકડો રીક્ષા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ફરીયાદી રીક્ષા શોધતા હોય અને મળી આવેલ ન હોય જેથી આ બનાવની મોડી ફરીયાદ નોંધાઇ હોવાનું પોલીસે જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide