મોરબીમાં જલારામ મંદિરે શ્રીમદ્ ભાગવત સપ્તાહનો આજથી શુભારંભ

0
179
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને આયોજિત કથામાં વિશાળ પોથીયાત્રા યોજાઈ

મોરબી : હાલ મોરબીમાં વિશાળ પોથીયાત્રા સાથે જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે રત્નેશ્વરીબેનના વ્યાસપીઠસ્થાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા તા.૨૪-૪-૨૦૨૨ રવિવાર ચૈત્ર વદ નોમથી તા.૩૦-૪-૨૦૨૨ શનિવાર ચૈત્ર વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ છે. જેમા વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરીબેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) પોતાના મુખારવિંદેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ રસપાન કરાવી રહ્યા છે ત્યારે વિશાળ પોથીયાત્રા તા-૨૪-૪-૨૦૨૨ રવિવાર ચૈત્ર વદ નોમના રોજ દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબીથી નીકળી હતી. જેમા બહોળી સંખ્યામા ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજીની પધારમણી થઈ હતી તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થયો હતો.

જેમાં લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, રઘુવંશી યુવક મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર, રઘુવંશી મહિલા મંડળ, દરીયાલાલ જન્મોત્સવ સમિતી, દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, લોહાણા વિદ્યોતેજક ફંડ, જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, યુવા આર્મિ ગૃપ સહીતની સંસ્થાના અગ્રણીઓ બહોળી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવજી મહારાજનુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રીરામ જન્મોત્સવ, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજાનો મોક્ષ સહીતના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવામા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે. તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાનપદે સ્વ. શોભનાબેન હસમુખરાય પંડિત પરિવાર, જયંતિભાઈ વિરચંદભાઈ પોપટ પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, રમેશભાઈ મણીલાલભાઈ બુધ્ધદેવ પરિવાર, સ્વ. નરશીદાસ દેવકરણભાઈ સોમૈયા પરિવાર, કિર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢી પરિવાર, નરશીભાઈ મોતીભાઈ આહ્યા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, ધર્મેશભાઈ શાંતિલાલ દક્ષિણી પરિવાર, સ્વ.હીરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ. ગોવિંદભાઈ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ પરિવાર, અતુલભાઈ મહેન્દ્રભાઈ કાનાબાર પરિવાર બિરાજમાન થયેલ છે.

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ. રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારોના સહયોગથી યોજાઈ રહ્યો છે.

વધુ માહિતી માટે જલારામ મંદિર-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી મો. ૯૮૨૫૦૮૨૪૬૮ તથા અનિલભાઈ સોમૈયા મો.૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા જલારામ મંદિર મહીલા મંડળ અને જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમા જણાવ્યુ છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/