મોરબી: હાલ જેતપુરના જેતલસર ગામે તરુણીની હત્યાના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે જેમાં આજે મોરબી ખાતે મહિલા સંસ્થાની બહેનોએ અધિક કલેકટરને આવેદન પાઠવીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ન્યાય આપવાની માંગ કરી હતી
મોરબી ખાતે મહિલા સાંમખય અને લાયોનેસ ક્લબની બહેનોએ અધિક કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે જેતલસર ગામે તરુણીની હત્યાનો બનાવ નિંદનીય છે જે તરુણીને ન્યાય મળે તેવા હેતુથી કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને કડક સજા કરીને દીકરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અધિક કલેકટરને રજૂઆત કરતી વેળાએ બંને સંસ્થાની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide