મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદના અને ગાંધીનગરમા ન્યાયસભા

0
49
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતાત્માઓને ઝડપી ન્યાય અને પીડિત પરિવારોને યોગ્ય વળતર ચુકવવાની માંગ સાથે આજે 9મી ઓગસ્ટના ક્રાંતિદિવસથી કોંગ્રેસે મોરબીથી ન્યાયયાત્રાનો પ્રારંભ કર્યો છે. ન્યાયયાત્રાના પ્રારંભે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરી ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનસભા ઉપરાંત ગાંધીનગરમાં ન્યાયસભા યોજવાનું જાહેર કર્યું હતું.

મોરબીમાં ક્રાંતિસભા સાથે ન્યાયયાત્રાના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આ તકે કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ જણાવ્યું હતું કે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોને સવાલ પૂછવાની પાબંદી છે, અન્યાય સામે અવાજ ઉઠાવવામાં આવે તો વાતાવરણ ડહોળાઈ છે તેવો પ્રજા ઉપર આરોપ મુકાય છે ત્યારે આજના ક્રાંતિ દિવસે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે અવાજ ઉઠાવવા અને રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલી ઘટનાઓમાં મૃત્યુ પામેલા મૃતકોને ઝડપી ન્યાય મળે તે માટે પીડિત પરિવારનો અવાજ બનવા આ ન્યાય યાત્રા યોજાઈ રહી છે.

વધુમાં લાલજી દેસાઈએ ઉમેર્યું હતું કે, ન્યાયયાત્રા દરમિયાન મોરબીમાં ક્રાંતિસભા, રાજકોટમાં સંવેદનસભા, સુરેન્દ્રનગરમાં આઝાદીસભા, વિરમગામમાં અધિકારસભા અમદાવાદમા સંવિધાનસભા અને ગાંધીનગરમા ન્યાયસભા યોજવામાં આવશે અને ગામેગામથી લોકોને થયેલા અન્યાય મામલે અવાજ ઉઠાવવામાં આવશે.

સાથે કિશાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ ભાજપના ભ્રષ્ટ શાસન વિશે ચાબખા મારતા કહ્યું હતું કે, મોરબી ઝૂલતાપૂલ, રાજકોટ ગેમઝોન, સુરતની તક્ષશિલા, વડોદરાની હરણી બોટ જેવી દુર્ઘટનામાં નિર્દોષ લોકોનો ભોગ લેવાયા બાદ ભ્રષ્ટ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવવા માટે સીટ, સત્ય શોધક સમિતિઓની રચના થાય છે અને પીડિતોને ઝડપી ન્યાય તો મળવો ઠીક ચણા મમરા જેવી સહાય વળતર ચૂકવાય છે જે યોગ્ય ન હોવાનું જણાવી આકરા પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસ સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપે તિરંગા યાત્રા યોજતા સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં ઘેર ઘેર તિરંગો લહેરાય જ છે જયાં નથી લહેરાતો ત્યાં તિરંગા યાત્રા યોજો. સાથે જ રાજ્યમા જેટલા ઓવરબ્રિજ બન્યા તેના બન્ને છેડે મુકવામાં આવેલ ભારતમાતાની પ્રતિમાઓના હાથમાં તિરંગો લહેરાવવા જણાવી આરએસએસના કાર્યાલય ખાતે આઝાદી બાદ ક્યારેય તિરંગો લહેરાયો ન હોય ત્યાં પણ તિરંગો લહેરાવવા ટકોર કરી હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/