સાંસદના ભલામણ પત્ર સાથે લારી-ગલ્લાના ધંધાર્થીઓએ શાક માર્કેટ પાછળ ધંધો કરવાની મંજૂરી આપવાની માંગ કરી
મોરબી : મોરબીમાં લોકડાઉનના લાંબાગાળાના તબક્કાને કારણે લારી ગલ્લાનાં ધંધો કરતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ બેહાલ બની ગયા છે. અને અનલોકમાં પણ લારી-ગલ્લા અને પાથરણાવાળાઓને ધંધો કરવાની છૂટ ન મળતા લાંબા સમયથી ધંધો બંધ રહેવાથી આ સામાન્ય વર્ગના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઈ ગઈ છે. આથી, લારી-ગલ્લા અને પાથરણાવાળાઓની રોજીરોટી ચાલુ રહે, તે માટે તેમને ધંધો કરવાની મંજૂરી આપવાની માંગ સાથે સામાન્ય વર્ગના ધંધાર્થીઓએ કલેકટર રજુઆત કરી છે.
મોરબીના લારી-ગલ્લા પાથરણાવાળાઓએ પહેલાં સાંસદ મોહનભાઇ કુંડારિયાને રજુઆત કરી હતી અને લાંબા સનયથી ધંધો બંધ રહેતા સામાન્ય વર્ગના લોકો કફોડી હાલતમાં મુકાય ગયા હોવાની તેમના સમક્ષ આપવીતી રજૂ કરી હતી. જેથી, સાંસદ મોહનભાઇ કુંડારિયાએ લારી-ગલ્લાને ધંધો કરવાની મંજૂરી આપવા કલેકટરને ભલામણ પત્ર લખી દીધો હતો. આ ભલામણ પત્ર સાથે લારી-ગલ્લાનાં ધંધાર્થીઓએ આજે કલેકટરને રજુઆત કરી હતી. આ રજુઆતમાં જણાવ્યું હતું કે છેલ્લા અઢી માસથી તેમની આજીવિકા સંપૂર્ણપણે બંધ છે. તેથી, ઘરનું ગુજરાન ચલાવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી, આ સામાન્ય વર્ગના ધંધાર્થીઓને મોરબીના નહેરુ ગેટ પાસેના શાક માર્કેટ પાછળ ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે તો ગરીબ માણસોની રોજીરોટીનો પ્રશ્ન હલ થઈ શકે તેમ હોય આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide