મોરબી : હાલ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા શરદપૂનમ નિમિતે દુર્ગાપુજાનું આયોજન કરવામાં આવ્યું હતું.
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ જડેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા દુર્ગા પુજાનું ભવ્ય આયોજન ચંદ્રની શીતળતામા જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ, મહાદેવજીના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. જેમાં ચણિયાચોળીમા તૈયાર થઈને આવી હતી, તે બેથી બાર વર્ષ સુધીની બાળાઓનું જડેશ્વર મહાદેવ સેવા ટ્રસ્ટ મંડળ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા અંગુઠા પ્રક્ષાલન ભાલે તિલક કરવામાં આવ્યું હતું. દરેક બાળાઓને માતાનું સ્વરૂપ માની દુર્ગા પુજા કરવામાં આવી હતી. સાથે દરેક બાળાઓ મંદિરના વિશાળ મેદાનમાં માતાજીના ગરબે રમી હતી. આમ, આનંદકિલ્લોલ સાથે શરદપૂનમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં અવી હતી.
આ ભવ્ય દુર્ગા પૂજામાં ઉપસ્થિત જડેશ્વર મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા, સેક્રેટરી યશવંતભાઈ જોષી, ખજાનચી કાન્તિલાલ જેતપરીયા, રમેશભાઇ પીઠવા સાથે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ ટી. સી. ફુલતરિયા, સેક્રેટરી કેશુભાઈ દત્રોજા, ખજાનચી નાનજીભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચીખલીયા, ચંદુભાઈ કુંડારિયા, રીજીયન-2 ચેરપર્સન રમેશભાઈ રૂપાલા એ હાજર રહી નવદુર્ગાના આશીર્વાદ લીધા હતા.
કાર્યક્રમમાં હાજર રહેલ આશરે 300 જેટલી બાળાઓને જડેશ્વર મંદિર ટ્રસ્ટ અને લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા લાણી આપવામાં આવી હતી. ત્યારબાદ સર્વે ઉપસ્થિત બાળાઓ અને વ્યવસ્થાપક મંડળ સાથે પ્રસાદ લેવામાં આવ્યો હતો. તેમ દુર્ગા પૂજા, શરદપુનમ રાસોત્સવના પ્રોજેક્ટ ચેરમેન યશવંતભાઈ જોષી તેમજ મહાદેવભાઈ ચીખલીયાએ યાદીમાં જણાવેલ હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide