મોરબીમાં મચ્છુ નદીના કાંઠે રીવરફ્રન્ટના નિર્માણ માટે કમર કસતા ધારાસભ્ય

0
121
/

વિવિધ આકર્ષણો ઉભા કરી શહેરીજનોને હરવા ફરવાનું અનોખું નઝરાણું અપાશે

મોરબી : હાલ મોરબી શહેરના સહેલાણીઓ માટે મચ્છુ નદીના કાંઠે રીવરફ્રન્ટની સુવિધાઓ મળે તે માટે નગરપાલિકા દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રોજેકટ અંગે પ્રક્રિયા ચાલતી હતી તે અન્વયે મોરબી -માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કમર કસી છે.

તેઓએ આ યોજના સત્વરે સાકારિત થાય તે માટે ગુજરાત શહેરી વિકાસ મિશનમાં ફોલોઅપ કરી મચ્છુ નદી ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે સ્વતંત્ર પર્વની ગ્રાન્ટમાંથી રૂ. ૧ કરોડ ૮૦ લાખના ખર્ચે તેમજ જૂના પાવર હાઉસ એટલે કે પી.જી.વી.સી.એલની ઓફિસ પાસે નદી કાંઠે ૧૪માં નાણા પંચમાંથી રૂ. ૫ કરોડ ૧૭ લાખના ખર્ચે રીવરફ્રન્ટ યોજના સાકારિત થાય તે માટે આ પ્રોજેક્ટના કન્સલટન્ટ, શહેરી વિકાસ વિભાગ અને માર્ગ-મકાન વિભાગ સાથે સઘન પરામર્શ કરતા આયોજનનું કામ ટૂંક સમયમાં હાથ ધરાશે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/