મોરબીમાં અનેક સિરામિક ઉદ્યોગોને બુચ મારનાર બે શખ્સોને પોલીસે ઝડપ્યા

0
230
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

આરોપીઓ અલગ-અલગ મોબાઈલ નંબર ઉપરથી ટાઇલ્સનો ઓર્ડર આપી પૈસાનું ચુકવણું ન કરી છેતરપીંડી આચરતા આ આરોપીઓ પાસેથી માલ ખરીદનાર સામે પણ કાર્યવાહીની તજવીજ

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગો પાસેથી ટાઇલ્સ મંગાવ્યા બાદ પૈસાનું ચુકવણું ન કરી ધૂંબો મારી દેવાનો ગોરખધંધો કરતા બે શખ્સોને તાલુકા પોલીસની ટીમે સુરતથી ઝડપી પાડ્યા છે. આ બન્ને શખ્સોએ અત્યાર સુધીમાં અનેક ઉદ્યોગોને ધૂંબો માર્યો હોવાની કબૂલાત આપી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સિરામીક ઉદ્યોગોના માલીકોને વિશ્વાસમાં લઇ એક મહિનામાં મંગાવેલ માલનું પેમેન્ટ આપવાના વાયદા કરી ટાઇલ્સ મંગાવી તેનું પેમેન્ટ નહીં આપી વિશ્વાસઘાત કરનાર રાધે એન્ટરપ્રાઇઝ ના પ્રોપરાઇટર વિરૂદ્ધમાં અલગ અલગ ગુન્હા રજી. કરી આગળની તપાસ પીએસઆઈ વી.કે.કોઠીયા તથા વી.જી.જેઠવા ચલાવી રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/