મોરબી પંથકમાં રહેતી સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઈને એક સખ્શે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી પથંકમાં રહેતી સગીરાને આરોપી ફારુક સુભાનભાઈ જેડાએ સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે મામાના ઘરે રહેતી હોય જેથી આરોપી ફારુક સગીરાને ગત તા.૮ ના રાત્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી પોતાના ઘરે લઇ જઈને શરીર સંબધ બાંધી ગુન્હો હોવાની ફરિયાદ સગીરાના મામાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલ છે જે બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ડીવાયએસપી મુનાફખાન પઠાણ ચલાવી રહયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide