સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબાની રમઝટ
મોરબી : તાજેતરમા મોરબીમાં નવરાત્રી મહિત્સવની ધર્મોલ્લાસભેર પૂર્ણાહુતિ થઈ છે. ત્યારે ગઈકાલે દશેરાના અવસરે મોરબીના બાયપાસ પાસે આવેલ મશાલની વાડી ખાતે રાવણ વચ્ચે જબરજસ્ત યુદ્ધના અંતે રાવણનું દહન કરવામાં આવ્યું હતું.જ્યારે સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં દશેરા નિમિતે રાસ-ગરબાની રમઝટ બોલી હતી.
મોરબીમાં તિથિમાં અસમંજની લીધે શુક્રવાર અને શનિવારે એમ બે દિવસ સુધી અસત્ય ઉપર સત્યના વિજયરૂપે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ઘણી જગ્યાએ ગઈકાલે શનિવારે દશેરા પર્વની ઉજવણી થઈ હતી. જેમાં મોરબીના બાયપાસ પાસે આવેલ મશાલની વાડી ખાતે બહુચર બાલ મંડળ દ્વારા નવરાત્રી નિમિતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવરાત્રીના નવે નવ દિવસ ભક્તિભાવથી માતાજીની આરાધના કરવામાં આવી હતી.જ્યારે ગઈકાલે દશેરાના પૂર્વ નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
ગઈકાલે રાત્રે મશાલની વાડી ખાતે પહેલા રામ અને રાવણ વચ્ચે જબરદસ્ત યુદ્ધ ખેલાયું હતું. અંતે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને આસુરી શક્તિ ઉપર વિજય મેળવ્યો હતો. બહુચર મંડળ ગ્રુપના લોકોએ આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય રૂપે હાલની 2021ની સાલ મુજબ 21 ફૂટના રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યારે સામાંકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં જય બજરંગ મંડળ દ્વારા દશેરા નિમિતે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક દિવસીય રાસ-ગરબામાં આજુબાજુના લોકો જોડાયા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide