અગાઉ કોંગ્રેસના સભ્યો ગેરહાજર રહેતા બજેટ નામંજુર થયા બાદ હવે ઘીના ઠામમાં ઘી પાડી દેવાનો પ્રયાસ
શાસક પક્ષ કોંગ્રેસ આગામી 14 મીએ બજેટ મજૂર માટે સર્વસમતિ સાધવા સફળ થશે કે કેમ?
મોરબી : તાજેતરમા મોરબી પાલિકામાં બજેટ મંજુર કરવા માટે 27મીના રોજ મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસનો આંતરીક જૂથવાદ ફરી સપાટી પર આવ્યો હતો. અને કોંગ્રેસના ચૂંટાયેલા 26માંથી 8 જેટલા સભ્ય કોઈના કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતા. તો હાજર હતા તેમાંથી 4 સભ્યે બજેટ મંજૂર થવા તરફી મતદાન ન કરતા ભાજપના 18 સભ્યોએ બહુમતીના જોરે બજેટ અટકાવી દીધું હતું.
ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય સભા કરી બજેટ મંજુર કરવાનું હોય છે. જોકે કોરોના મહામારીને કારણે 5 મહિના કરતા પણ વધારે સમય થયા બાદ પણ બજેટ પાસ થતા રહી ગયા હતા. મોરબીના વિકાસ કામ થાય તે માટે ખુદ સતા પક્ષ અને વિપક્ષ બન્ને જાણે રાજી ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સભ્યોની નારાજગીથી મોડે જાગેલા કોંગ્રેસના આગેવાનો સભ્યોને મનાવવામાં લાગી ગયા હતા. કોંગી અગ્રણીઓની સમજાવટ બાદ જાણે સભ્યોની નારાજગી દૂર થઈ ગઈ હોય તેવી આશાએ ફરીવાર પાલિકા પ્રમુખ કેતન વિલપરાએ આગામી 14મીએ સામાન્ય સભા બોલાવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide